ભુજ શહેરમાં બે જુથ વચ્ચેની મારામારીમાં 8 ઇજાગ્રસ્ત
ભુજ શહેરના ઉપલીપાળ વિસ્તારમાં બે જુથ્થ વચ્ચે લોહીયાળ બબાલ સર્જાતા આ ધટનામાં 8 લોકોને ઇજાઓ થઈ હતી. ઇજાગ્રસ્તોની ફરિયાદના આધારે પોલીસે સામે સામે ગુનો નોંધવાની તપાસ હાથ ધરી છે. ગત બપોરના અરસામાં આ ધટના બનવા પામી હતી. જેમાં વિજય ચમન દલિત, રામજી ચમન, લક્ષ્મીબેન ચમન, ચમના કાનજી, મંજુબેન વિજય તેમજ સામા પક્ષે અનવર અબ્દુલ સમેજા, હનીફ અબ્દુલ સમેજા, શરીફાબાઈ સિધિક સમેજાને મારામારીમાં ઇજાઓ થતાં તેઓને ભુજની જિ.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગાયોના ચારા આપવા સમયે જીપ ચડાવવાના પ્રયાસમાં ઘટના બાદ અ મુદો બીચક્યો હતો. ઘટનાના પગલે પોલીસ બનાવસ્થળે દોડી ગઈ હતી, સમગ્ર મુદામાં બંને પક્ષોની ફરિયાદ લઈને અલગ અલગ કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.