જુનાગઢમાં રહેણાંક મકાનમાંથી પકડાતી જુગાર કલબ, 9 ઝડપાયા
જુનાગઢના મજેવડી દરવાજા બહાર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી ઘરમાં ચાલતી કલબમાં ધાણીપાસાનો જુગાર રમતા 9 ઇસમોને પકડી પાડી રોકડા રૂ.66,470 બે બાઇક મળી કુલ રૂ. 1.24 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો હતો. આ બાબતની વધુ વિગત પ્રમાણે શહેરના મજેવડી દરવાજા બહાર મફતીયાપરા વિસ્તારમાં રહેતો અબુ કાસમ હિંગોરો પોતાના ઘરમાં ધાણીપાસાનો જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થાનિક પોલીસની જાણ બહાર દરોડો પાડ્યો હતો અને ધણીપાસાનો જુગાર રમતા અબુ કાસમ હિંગોરા, હનીફ જુમા, અફઝલ અનવર, મોહસીન અચુ, મહમદ સાહીદ, સાહીલ મહમદ, હુસેન કાસમ, એઝાઝ ભુરા અને હસન આમદને પકડી પાડી રોકડ રૂ.66,470,બે બાઇક સહિત રૂ.1.24 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો હતો. જ્યારે એ ડિવિઝન પોલીસે દોલતપરા વિસ્તારમાં દરોડો પાડી કરીમશા મહેબુબશા, નાસીર યાસીન, આસિફશા યુસુફશા, શબીર અલીશા, અંજુમશા ઈસ્માઈલશા, અમીન યુસુફ અને અબુ નુરા ઠેબાને જુગાર રમતા પકડી પાડી રૂ. 26,510નો મુદામાલ જપ્ત કર્યો હતો.