સૌરાષ્ટ્રમાં સ્વાઇમ ફ્લૂનો કેર યથાવત
જાણવા મળતી વિગત અનુસાર રાજકોટ સિવિલ હોસ્પીટલમાં સ્વાઇમ ફ્લૂ વોર્ડમાં સ્વાઇન ફલૂ ની રસ્સી ખૂટી જતાં સૌરાષ્ટ્રમાં સ્વાઇમ ફ્લૂનો કેર યથાવત જોવા મળી રહ્યું છે જયા એક દિવસમાં સ્વાઇમ ફ્લૂના કારણે ૩ મહિલા દર્દીના મોત થયા છે. સાથે ભાવનગરમાં પણ એક મહિલા સ્વાઇમ ફ્લૂનો શિકાર બની તેમજ જુનાગઢ જીલ્લામાં પણ ૫૦ વર્ષીય મહિલાને સ્વાઇમ ફ્લૂ ભરખી ગયો. જાણવા મળતી વિગત અનુસાર સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી ૧૫ દર્દીઓના મોત થયા છે. અને ૩૬ દર્દીના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે.