ગાંધીધામ શહેરના કાર્ગો વિસ્તારમાં 55 વર્ષીય આધેડે ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

copy image

ગાંધીધામ શહેરના કાર્ગો વિસ્તારમાં 55 વર્ષીય આધેડે ગળે ફાસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર ગાંધીધામ શહેરના કાર્ગો વિસ્તારમાં 55 વર્ષીય લાલાભાઇ બાવા સોલંકીએ ગળેફાંસો ખાઇ  જીવનનું અંતિમ પગલું ભર્યું હતું. ગાંધીધામના કાર્ગો એકતાનગર વિસ્તારમાં રહેનાર આ આધેડ ગત દિવસે પોતાના ઘરે હતા તે દરમ્યાન તેમણે કોઈ અગમ્ય કારણોસર પંખામાં દોરડાં વડે ગળે ફાંસો ખાઇ છેલ્લા શ્વાસ લીધા હતા. પોલીસે આ બનાવ અંગેનું કારણ જાણવા આગળની વધુ તપાસ આદરી છે.