પેથાપુર ગામમાં વરલીનો જુગાર રમાડતા પકડાયા
ગાંધીનગર પેથાપુરના પીએસઆઇ એ.જી.એનૂરકારના સ્ટાફ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. ત્યારે એ. એસ. આઈ હર્ષરાજસિંહને બાતમી મળી હતી કે દેરાસર નજીક રસ્તા ઉપર બીપીન ઉર્ફે કાળીદાસ સેવંતિલાલ ભાવસાર વરલી મટકાનો જુગાર રમાડે છે. પોલીસે રેડ પાડીને સ્થળ પરથી વરલી મટકાના આંકડા તથા રોકડા રૂ.૨,૪૦૦ સાથે બીપીનને પકડી લીધો હતો. બીપીનની પુછપરછમાં તે વરલીનું કટીંગ પેથાપુરના ગણપત વાઘેલાને આપતો હોવાનું સામે આવતા પોલીસે ગણપત સામે ગુનો નોંધી તેની પણ અટક કરી હતી.