અબડાસાના જખૌ ગામે જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા
અબડાસાઆ જખૌ ગામે લીંબડાવાળા ફળિયામાં સ્થાનિક પોલીસે રેડ પાડીને ગંજીફા વડે તીનપતીનો જુગાર રમવાના આરોપસર છ શખ્સને ઝડપી પાડી તેમની વિરુદ્ર ગુનો દાખલ કર્યો હતો. પોલીસ સાધનોએ આપેલી વિગતો અનુસાર, ગત બપોરન્ના અરસામાં થયેલી આ તપાસમાં રમેશ ટોકરશી શાહ, નિતિન લક્ષ્મણ બાવાજી, સુલતાન સતાર કેર, નવુભા કલ્યાણજી અબડા,ભીખુભા જીવણજી અબડા અને પ્રફુલ્લ મેધજીભાઈ શાહની અટક કરાઇ હતી. તેમની પાસેથી રૂ.2,000 રોકડા તથા એક બાઇક મળી રૂ.33,680ની માલમતા જપ્ત કરાઇ હતી.