નારદીપુરના બોર ઉપરથી કેબલની તસ્કરી
કલોલ તાલુકાના નારદીપુર ગામે આવેલા લાલદા વાસમાં રહેતા મહેન્દ્રભાઈ મનુભાઈ પટેલ ખેતી કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. 22 જાન્યુઆરી દરમિયાન તેઓના ખેતરમાં મુકેલ રૂ.૭,000 ની કિંમતનો 35 ફૂટ કેબલ વાયર કોઈ તસ્કરી કરી ફરાર થઇ ગયું છે. આ બાબતે મહેન્દ્રભાઈએ કલોલ તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. કલોલ તાલુકાના વિવિધ ગામોમાં છેલ્લાં કેટલાંક સમયથી આવી તસ્કરીઓનું પ્રમાણ વધી જતા ખેડૂતોમાં ચિંતાની લાગણી વ્યાપી જવા પામી છે. આ બાબતે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.