જુનાગઢ પાસે 408 બોટલ શરાબ મળ્યો, બુટલેગર ફરાર
જુનાગઢ પાસે પ્લાસવા ગામની સીમમાં આર.આર.સેલએ બાતમીના આધારે રેડ પાડી અવાવરૂ ઓરડીમાંથી રૂ. 1.65 લાખની કિંમતનો 408 બોટલ શરબનો જથ્થો પકડી પાડી જૂનાગઢનાં એક ઈસમ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પ્લાસવા સીમમાં ગાંધીગ્રામ રબારાવીરલાખા કોડિયાતરની વાડીની ઓરડીમાં શરાબનો જથ્થો હોવાની બાતમીના આધારે આર.આર.સેલએ રેડ પાડી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડનો 408 બોટલ શરાબનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પરતું બુટલેગર હાથ લાગ્યો ન હતો. આ બાબતે આર.આર.સેલના જમાદાર ગિરિરાજસિંહ પરધુમ્નસિંહએ જુનાગઢ તાલુકા પોલીસમાં વીરા લાખા કોડિયાતર સામે ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી શખ્સને પકડી લેવા તપાસ હાથ ધરી છે.