ગાંધીધામમાં નિર્દયતાપૂર્વક શ્વાનને મારનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

copy image

ગાંધીધામમાં નિર્દયતાપૂર્વક શ્વાનને મારી નાખવાના ચકચારી બનાવ અંગે ભુજમાં શાકભાજીના વેપાર સાથે સંકળાયેલા અને રખડતા પશુ અને પક્ષીઓની સારવારની સેવાકીય પ્રવૃત્તિ કરનાર ધવલભાઈ નરેન્દ્રભાઈ વરૂ દ્વારા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર, ગત તા. 26/11ના બપોરે 1 વાગ્યાના અરસામાં ઓસ્લો સર્કલ પાસે એચ.ડી.એફ.સી. બેંક નજીક આનંદ ડેરીમાં આ બનાવ બન્યો હતો. આ મામલે નોંધાયેલ ફરિયાદના આધારે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.