એ.સી.બી. સફળ ટ્રેપ : લાંચ માંગનાર હોદ્દેદારોને લાચનું છટકું ગોઠવી ઝડપ્યા
ફરીયાદીઃ – એક જાગૃત નાગરીક
આરોપી : – (૧) બાબુલાલ શંકરભાઈ પરમાર, હોદ્દો : અ.હે.કોન્સ., વર્ગ -૩, વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન, તા.વિરમગામ
(૨) રિઝવાન મહંમદ રફીક મેમણ, હોદ્દો: હોમગાર્ડ, વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન.
ગુન્હો બન્યા તા- ૦૪/૧૨/૨૦૨૩
લાંચની માંગણીની રકમઃ-
રૂ.૨,૦૦,૦૦૦/-
લાંચ સ્વીકારેલ રકમઃ-
રૂ.૨,૦૦,૦૦૦/-
રીકવર કરેલ રકમઃ-
રૂ.૨,૦૦,૦૦૦/-
બનાવનુ સ્થળઃ – વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન, તા.વિરમગામ
ટુંક વિગતઃ – આ કામના ફરીયાદીની વિરુદ્ધ માં વિરમગામ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે જમીન પ્રકરણ બાબતે અરજી થયેલ હોય, અને જે અરજીના કામે ફરિયાદી ને નિવેદન લખાવવા માટે બોલાવી ફરીયાદી વિરૂધ્ધ માં ગુન્હો દાખલ નહિ કરવા પેટે આ કામના આક્ષેપિત નં.૧ એ ફરિયાદી પાસે લાંચ પેટે રૂ.૨,૦૦,૦૦૦/- ની લાંચ ની માંગણી કરતા, ફરીયાદી લાંચ ની રકમ આપવા માંગતા ના હોઇ એ.સી.બી નો સંપર્ક કરતાં , ફરીયાદી ની ફરીયાદ આધારે લાચનું છટકું ગોઠવવામાં આવેલ , અને લાંચ ના છટકા દરમ્યાન પંચ-૧ ની હાજરી માં બન્ને આક્ષેપિતો એ હેતુલક્ષી વાતચીત કરી આક્ષેપિત નં.૧ એ લાંચના નાણાં આક્ષેપીત નં.૨ ને આપી દેવા જણાવી આક્ષેપિત નં.૨ એ લાંચના નાણાં સ્વીકારી એકબીજાના મેળા પીપણામાં બન્ને આક્ષેપીતો પકડાઇ જઇ ગુન્હો કર્યા બાબત.
નોધઃ -ઉપરોક્ત બંને આરોપીઓ ને ડિટેઇન કરી આગળન કાર્યવાહી કરેલ છે.