આંતરિક સુરક્ષાની દ્રષ્ટિએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લાના જખૌ પોર્ટ અને નારાયણ સરોવર પોર્ટનું એન્યુઅલ સિક્યુરિટી ઓડિટ
આજ રોજ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લાના જખૌ પોર્ટ તથા નારાયણ સરોવર પોર્ટ ખાતે શ્રી બી.બી.ભગોરા, નાયબ પોલીસ અધિક્ષક નખત્રાણા વિભાગ સાહેબનાઓની અધ્યક્ષતામાં આંતરીક સુરક્ષાની દ્રષ્ટિએ સુરક્ષાને લાગતી તમામ એજન્સી સાથે એન્યુઅલ સિક્યુરિટી ઓડિટ યોજાયું.
જેમાં ફિશરીઝ સરકારી જેટ્ટી તથા આર્ચિયન પ્રાઇવેટ જેટ્ટી, નારાયણ સરોવર જેટીની સ્થળ મુલાકાત કરી આંતરિક સુરક્ષાની દ્રષ્ટિએ જેટી પર સી.સી.ટી.વી કેમેરા, સ્ટ્રીટ લાઈટ લગાવવા તથા ફિશરીઝ વિભાગની જમીન પર ઊગેલ ગાંડા બાવળ દૂર કરાવવા તથા પોર્ટ ઉપર આવતા લોકોનું ઍક્સેસ કંટ્રોલ થાય તે હેતુ થી કંપાઉન્ડ વોલ બનાવવી,તથા ફિશરીઝ સરકારી જેટ્ટી ખાતે ખૂણાના ભાગે દરિયાના મુખ તરફ દેખરેખ રાખવા એક વોચ ટાવર બનાવવા માં આવે,તથા વોચ ટાવર પર પૂર્વ પશ્ચિમ સી.સી. ટી.વી કેમેરાથી સર્વેલન્સ કરવા માં આવે, પોર્ટ પર આવતા તમામ માછીમારોનું પોલીસ વેરિફિકેશન થાય વગેરે બાબતો તમામ એજન્સીઓ તરફથી નોંધ કરવામાં આવી.જે બાબતોને આવનારા દિવસોમાં પરિપૂર્ણ કરવામાં આવશે.
આ એન્યુઅલ સિક્યુરિટી ઓડિટમાં જખૌ મરીન પોલીસ સ્ટેશન પી.આઇ.શ્રી ડી.આર.ચૌધરી અને સ્ટાફ તથા નારાયણ સરોવર પોલીસ પી.એસ.આઈ.શ્રી એમ.બી. ચાવડા અને સ્ટાફ, જિલ્લા એલ.આઈ.બી.ના અધિકારીશ્રી તથા નખત્રાણા વિભાગના અધિકારીશ્રી અને સ્ટાફ, સ્ટેટ આઇ. બી. તથા સેન્ટ્રલ આઇ.બી.ના અધિકારીશ્રીઓ, બી.એસ.એફના અધિકારીશ્રીઓ, ગુજરાત મેરિટાઈમ બોર્ડ તથા મત્સ્ય ઉદ્યોગના અધિકારીશ્રીઓ, ઇન્ડિયન કોસ્ટગાર્ડ તથા કસ્ટમ વિભાગના અધિકારીશ્રીઓ, અર્ચિયન જેટ્ટીના પીએફએસઓશ્રી હાજર રહેલ.