અબડાસામાં આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજાયું

અબડાસા તાલુકા માં આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન યોજાયું હતું, જેમાં વિદ્યાર્થીઓ એકબીજાને મળી ભાવવિભોર બની પોતાની જૂની યાદોને વગોળી હતી.

          આ પ્રસંગે સરસ્વતી વંદના કર્યા બાદ દીપ પ્રાગટ્ય શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી ડી.વાય.એસ.પી આશિષભાઈ પંડ્યા, શાળાના સિનિયર વિદ્યાર્થી બીપીનભાઈ ભટ્ટ, જનરલ સર્જન ડૉ.ઘનશ્યામભાઈ પરમાર ના હસ્તે કરવામાં આવ્યું હતું. બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા.શાળાના આચાર્ય નારાયણ સિંઘ દ્વારા શાળાની વિવિધ પ્રવૃત્તિઓના અહેવાલ રજૂ કરાયા હતા.

      આ પ્રસંગે નવોદય ડુમરાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને હાલ આઇ.પી.એસ તરીકે નિમણૂક પામેલ જયવીરભાઈ ગઢવી હાજર રહી બાળકોને જીવન માં સખત પરિશ્રમ  એ સફળતા ની ચાવી છે અને તેના મહત્વ વિશે સમજાયું હતું . આ પ્રસંગે બહોળી સંખ્યાઓમાં ભુતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમને સફળ અને યાદગાર બનાવ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી જગદીશભાઈ વાઘેલા અને શાળા ની શિક્ષિકા, મીનાક્ષી શર્માએ કરી હતી આભાર શિક્ષક રામલાલ નાગરે કરી હતી.
                   બપોર બાદ વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કેરિયર માર્ગદર્શન નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જૈવીરભાઈ ગઢવી (આઈ. પી.એસ) વિરાગભાઈ આચાર્ય (સી.એ )દિગ્વિજયસિંહ જાડેજા (ઇન્ડિયન આર્મી) દ્વારા માર્ગદર્શન અપાયું હતું.

  સાથે સાથે વિદ્યાલયના બાળકો માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ડૉ.ઘનશ્યામ પરમાર, ડૉ.સુરેશ દરજી ડોક્ટર ડૉ.જયંતી બામણીયા , ડૉ. વિશેષ પરમાર,ડૉ. દિલીપ વાઘેલા ડૉ .કપિલ પોકાર ડૉ નિલેશ ઘડિયા એ બાળકો ના સ્વાસ્થ્ય ની તપાસ કરી યોગ્ય સલાહ સુચન અપાયા હતા.