લખપત ખાતે આવેલ નાની છેરમાં અકરી મોટા થર્મલ પાવર સ્ટેશનમાં રહેલા લિગ્નાઇટના જથ્થામાં આગની જ્વાળાઓ ફાટી નીકળી : સદ્દભાગ્યે કોઈ જાનહાનિ નહીં  

  

લખપત ખાતે આવેલ નાની છેરમાં આવેલ અકરી મોટા થર્મલ પાવર સ્ટેશનમાં રહેલા લિગ્નાઇટના જથ્થામાં આગની જ્વાળાઓ ફાટી નીકળતા ભારે દોડદામ મચી હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ મોટું નુકસાન થયું ન હતું. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર અકરી મોટા થર્મલ પાવર સ્ટેશનમાં રહેલા લિગ્નાઇટના જથ્થામાં આગની જ્વાળાઓ ફાટી નીકળતા જીએમડીસી પાસે જ વીજ મથકમાં અગ્નિશમન વાહનોની વ્યવસ્થા ઉપલબ્ધ હોવાથી તુરંત આગ પર કાબૂ મેળવાયો હતો. અકરી મોટા થર્મલ પાવર સ્ટેશનમાં જ્યારે 125 મે.વો.નું એક એકમ ચાલુ હોય ત્યારે 1000 મે. ટન લિગ્નાઇટનો ઉપયોગ થાય છે. પરંતુ ઘણી વખત લિગ્નાઇટ વપરાશમાં વધઘટના કારણે લિગ્નાઇટના જથ્થાને `સ્ટોક’માં રાખવાની ફરજ પડે છે જેથી અચાનક જરૂરિયાત વખતે સ્ટોકમાં રાખેલ જથ્થો ઉપયોગમાં આવી શકે. અકરી મોટા થર્મલ સ્ટેશનમાં આવો જથ્થો સળગી ઉઠતાં ભારે દોડધામ મચી હતી આ અંગે માહિતી મળી રહી છે કે, આગનો બનાવ બનતા વીજ મથકમાં અગ્નિશમન વાહનોની વ્યવસ્થા ઉપલબ્ધ હોવાથી તુરંત આગ પર કાબૂ મેળવાયો હતો જેથી લિગ્નાઇટનો સામાન્ય જથ્થો જ સળગ્યો છે, કોઇ મોટી હાનિ થઇ નથી. આ અંગે આગળની તપાસ કરવા વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે,