અંજાર ખાતે આવેલ તુણાની કોલેજિયન યુવતીને પરેશાન કરી જાનથી મારે નાખવાની ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
અંજાર ખાતે આવેલ તુણા ગામની એક યુવતીને હેરાન કરી ધમકી આપનાર ઈશમ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર તુણા ગામમાં રહી આદિપુરની કોલેજમાં અભ્યાસ કરનાર યુવતીએ પોતાના ગામના જ આરોપી શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. નોંધાવેલ ફરિયાદ અનુસાર ત્રણેક વર્ષ પૂર્વે આ યુવતી ઘરની બહાર ઊભી હતી, ત્યારે આ શખ્સે આવી પોતે યુવતીને પ્રેમ કરતો હોવાનું કહ્યું હતું. યુવતીએ ના પાડી દેતાં તે જતો રહ્યો હતો. ત્યાર બાદ આ શખ્સ વારંવાર યુવતી પાસે જઇ આવી વાતો કરતો હતો, જેથી યુવતીએ પાડતા આ શખ્સ ફરિયાદી અને તેના ભાઇઓને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. પોલીસે આ મામલે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.