ભુજ ખાતે આવેલ વર્ધમાનનગર પાસે અજાણ્યા વાહન ચાલકે હડફેટમાં લેતા 45 વર્ષીય આધેડનું મોત
ભુજ ખાતે આવેલ વર્ધમાનનગર-ભુજોડી ધોરીમાર્ગ પર અજાણ્યા વાહન ચાલકે હડફેટમાં લેતા 45 વર્ષીય આધેડનું મોત થયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર 45 વર્ષીય કાસમ ઇસ્માઇલ કકલ રિક્ષાથી ભુજ તરફ આવી રહ્યા હતા તે દરમ્યાન વર્ધમાનનગર-ભુજોડી વચ્ચે પહોંચતાં કોઇ અજાણ્યા વાહને ટક્કર મારતાં આ શખ્સને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.