લાખોની વીજચોરી : ભુજ શહેરી ગ્રામ્ય વિસ્તારમાંથી 24.47 લાખની વીજ ચોરીનો મામલો સપાટી પર
ભુજ શહેરી ગ્રામ્ય વિસ્તારમાથી 24.47 લાખની વીજ ચોરી થઈ હોવાનો મામલો સપાટી પર આવ્યો છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર જિલ્લા મથક અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી વીજતંત્રે 24.47 લાખથી વીજ ચોરી ઝડપી પાડી છે. કોર્પોરેટ ચેકીંગ અંતર્ગત ભુજના સીટી-1 અને સીટી-2 ઉપરાંત ભુજ ગ્રામ્ય વિસ્તારમાં 30 જેટલી તપાસ ટીમો દ્વારા ચેકીંગ ઝુંબેશ હાથ ધરાઈ હતી. મળેલ માહિતી મુજબ ભુજ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં 569 રહેણાંક અને 102 વ્યવસાયીક મળી 671 કનેકશનની ચેકિંગ હાથ ધરાઈ હતી. જેમાંથી 51 રહેણાંક અને 4 કોમર્શિયલ મળી 55 કનેકશનમાં ગેરરીતી સામે આવી હતી. તમામ કાર્યવાહી બાદ વીજ તંત્રની ચેકીંગ ટીમો દ્વારા પકડાયેલ વીજ ચોરીના કનેકશન ધારકોને 24.47 લાખની દંડનિય કાર્યવાહી કરવા આગળની વધુ ગતિવિધિ હાથ ધરાઈ હતી.