અંજારમાથી 10 હજારના મુદ્દામાલ સાથે એક જુગારપ્રેમી ઝડપાયો
અંજાર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અંજારના ગંગા નાકા પાસે રિક્ષા સ્ટેન્ડ ની બાજુમાં રૂપા કરશન આહીર નામનો શખ્સ પોતાના અંગત ફાયદા માટે વરલી મટકાનો આંક ફેરનો રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વળી જગ્યાએ દરોડો પાડી વરલી મટકાનો આંક ફેરનો રૂપિયાની હાર જીતનો જુગાર રમતા રૂપા કરશન આહીર નામના શખ્સને કુલ 10,050 ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. પકડાયેલ આરોપી વિરૂદ્ધ જુગાર ધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.