અંજાર ખાતે આવેલ રતનાલની રેલ્વે કોલોનીમાં બે મકાનમાં મળીને કુલ 50,700ની ચોરી થયાની ફરિયાદ પોલીસ ચોપડે ચડી

copy image

અંજાર ખાતે આવેલ રતનાલની રેલ્વે કોલોનીમાં બે મકાનમાં મળીને કુલ 50,700ની ચોરી થયા હોવાની ફરિયાદ અંજાર પોલીસ મથકે નોંધાવવામાં આવેલ છે. આ મામલે રેલ્વે કોલોનીમાં રહેતા કૌશલ્યાબા વા/ઓ દશરથસિંહ જાડેજાએ અંજાર પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા.02/12ના તેઓ આદિપુરની હરિઓમ હોસ્પિટલ મધ્યે સારવાર અર્થે ગયેલ હતા. ત્યાંથી પરત આવીને જોતા ઘરના તાળાં તૂટેલ હાલતમાં જણાયા હતા તેમજ ઘરનો તમામ સામાન વેર વિખેલ હાલતમાં જોવા મળ્યો હતો. વધૂ તપાસ કરતાં ઘરમાં ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદ અનુસાર તેમના ઘરમાથી રોકડ તેમજ સાઓના ચાંદીના દાગીના સહિત કુલ 46,700ની ચોરી થઈ હતી. આ બનાવની જાણ થતાં ફરિયાદીએ તેમના પાડોશી નિતિનભાઈને જાણ કરતાં તેઓએ નોકરીથી પરત ઘરે આવીને જોતાં તેમના ઘરના પણ તાળાં તૂટેલી હાલતમાં જણાયા હતા અને ઘરમાં તમામ સર સામાન વેર વિખેલ હાલતમાં જણાયો હતો. વધુ તપાસ કરતાં નીતિનભાઈના ઘરમાથી પણ ચાંદીના દાગીનાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું, આમ બંનેના ઘરમાથી રોકડ તેમજ સોના ચાંદીના દાગીના સહિત કુલ 50,700ની મત્તાની કોઈ ચોર ઈશમ ચોરી કરી નાસી ગયેલ હોવાથી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.