રાપર ખાતે આવેલ જાટાવાડામાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને પોલીસે ઝડપ્યા
રાપર ખાતે આવેલ જાટાવાડામાં જાહેરમાં પત્તા ટીંચતા છ શખ્સોને કુલ 12 હજારના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે મળેલ માહિતી અનુસાર રાપર ખાતે આવેલ જાટાવાડા ગામે પ્રજાપતિવાસમાં આવેલ એક શેરીમાં લાઇટના અજવાળામાં અમુક શખ્સો ગોળ કુંડાળું વાળી રૂપિયાની હાર જીતનો જુગાર રમી રહ્યા હતા. આ દરમ્યાન આવેલી પોલીસે છ શખ્સોની ધરપકડ કરી હતી. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 12,340 હસ્તગત કરવામાં આવ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.