ભુજ શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્તની ઝુંબેશ બની તેજ : 163 K.G. પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત : 14,600નો દંડ વસૂલાયો

copy image

copy image

 

ભુજમાં સુધરાઇ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ હસ્તગત કરવાની ઝુંબેશને આગળ વધારવામાં આવી હતી અને અત્યાર સુધી 370 કિલો. થેલીઓ કબ્જે કરવા સહિત કુલ 14,600નો દંડ વસૂલ કરાયો હતો. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર સેનિટેશન તેમજ દબાણ શાખાના કર્મચારીઓ દ્વારા એસ.ટી. રોડ પર શાક-બકાલાનો ધંધો કરતા નાના-મોટા ધંધાર્થીઓ તેમજ મુખ્ય બજાર, ભીંડી બજાર, મહેરઅલી ચોક, વોકળા ફળિયા, ભીડ આઝાદ ચોક, ભીડગેટ, શરાફ બજાર, હાંડલા ગરબી ચોક, મીનારા મસ્જિદ આસપાસ, દરબારગઢ રોડ, ડાંડા બજાર આસપાસ વિવિધ વિસ્તારોમાં નાની-મોટી તમામ દુકાનોમાંથી અંદાજિત 163 K.G. પ્રતિબંધિત પ્લાસ્ટિક હસ્તગત કરી 14,600નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત પ્લાસ્ટિકનું વેચાણ કરતા હોલસેલર્સની દુકાન ચકાસી પ્રતિબંધિત અંદાજે કુલ 370 કિ.ગ્રા. પ્લાસ્ટિક કબ્જે કરવામાં આવ્યું હતું.