ભચાઉ ખાતે આવેલ કુંભારડી-શિકરા વચ્ચે ગર્ભવતી મહિલા અને તેના પતિ પર ત્રણ શખ્સોનો હુમલો
ભચાઉ ખાતે આવેલ કુંભારડી-શિકરા વચ્ચે કારની આગળ પોતાની કાર ઊભી રાખી ત્રણ શખ્સોએ એક યુવાન તથા ગર્ભવતી મહિલાને માર મારતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ભચાઉમાં રહેતા ફરિયાદી ભાનુબેન કાનજી હીરા રાઠોડ ગર્ભવતી હોવાથી તે અને તેમના પતિ દવા અર્થે ભુજ ગયેલ હતા. ગત તા. 2/12ના ત્યાંથી પરત આવતા સમયે કુંભારડી-શિકરા વચ્ચે બંધ ટોલનાકા નજીક પહોંચ્યા ત્યાં એક કાર આવી હતી જેમાંથી આરોપી સાથે અન્ય બે અજાણ્યા શખ્સો નીચે ઉતર્યા હતા. આ શખ્સોએ યુવાનને તથા તેના પત્નીને માર માર્યો હતો. દરમ્યાન કાનજી રાઠોડે 100 નંબર ઉપર ફોન કર્યો હતો અને ભચાઉ પોલીસ મથકે પહોંચી બનાવની જાણ કરેલ હતી. તે દરમ્યાન તેમના પત્નીની હાલત નાજુક થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પોલીસે આ અંગે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.