ભુજ ખાતે આવેલ મિરજાપર પાસે ટ્રક ચાલકે એક્ટિવાને હડફેટે લેતાં ભુજના વેપારીનું મોત નીપજયું

copy image

 

ભુજ ખાતે આવેલ મિરજાપર ધોરીમાર્ગ પર ટ્રક ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતા અક્ટિવા પર સવાર ભુજના વેપારીનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે સૂત્રો પાસેથી મળેલ માહિતી અનુસાર ભુજના સ્ટેશન રોડ પર હાર્ડવેરની દુકાન ધરાવતા વેપારી અને વ્હોરા કોલોનીમાં રહેતા મુસ્તફા વેજલાણી તેમના મોટા ભાઇ અકબર સાથે એક્ટિવા પર સાંજના અરસામાં કામ અર્થે મિરજાપર તરફ ગયેલ હતા. મળેલ માહિતી મુજબ અકબરભાઇ એક્ટિવા ચલાવી રહ્યા હતા અને મુસ્તફા પાછળ બેઠા હતા. ટ્રકે મિરજાપર હાઇવે ઉમિયા સ્ટોર્સની સામે એક્ટિવાને પાછળથી ટક્કર મારતાં મુસ્તફાને પીઠ અને મણકાના ભાગે ગંભીર પ્રકારની ઇજા પહોંચી હતી.  ગંભીર ઇજાઓના પગલે તેમને ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જાવામાં આવ્યા હતા પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં તેઓનું મોત નીપજયું હતું. પોલીસે આ અંગે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.