અંજાર ખાતે આવેલ વીડીમાં થયેલી ચોરીના આંકમાં થયો વધારો : સાત શખ્સો પોલીસના સકંજામાં : બે ગાયબ
અંજાર ખાતે આવેલ વીડી નજીક થયેલી ચોરીના કેસમાં અહીંથી વધુ રકમના સામાન પર હાથ સાફ કરાયો હોવાનું સામે આવ્યું છે ત્યારે આ અંગે રૂા.2,03,150ની વધુ ચોરીની ફરિયાદ પોલીસ મથકે નોંધાઇ હતી. સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે, પોલીસે સાત શખ્સને ઝડપી મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અંજારમાં રહેતા શાંતિલાલ અરજણ બાંભણિયાની કંપનીને વાડી ખાતે પાણીનું સમ્પ તથા ફિલ્ટર પ્લાન્ટ બનાવવાનું કામ મળ્યું હતું પરંતુ દિવાળીના સમયે શ્રમિકો રજા પર હોવાથી કામ બંધ રાખવામા આવ્યું હતું. દરમ્યાન, અહીંથી અમુક શખ્સોએ છકડો ભરીને પ્લેટો વગેરેની તસ્કરી કરી હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવવામાં આવી હતી. ત્યાર બાદમાં અહીં કામ પૂર્ણ થતાં ફરીથી માલની ગણતરી કરાતાં અહીંથી વધુ રૂા. 2,03,150ની પ્લેટો, પાઇપની ચોરી થઇ હોવાનું સામે આવ્યું હતું. અગાઉ બનેલ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ અહીં ચોકી કરતા યશ નિખિલ દીક્ષિત અને દુષ્યંત યુવરાજસિંહ ગોહિલ નામના શખ્સ ગાયબ થઇ ગયા હતા. પોલીસે આ મામલે અમુક શખ્સોને પકડી પાડયા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ પ્રકરણમાં સાત શખ્સોને જેલના હવાલે કર્યા હતા. પકડાયેલ શખ્સો પાસેથી ચોરાઉ માલ ઉપરાંત છોટા હાથી છકડો, ચાર મોબાઇલ વગેરે થઇને કુલ રૂા. 4,25,000નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો તેમજ નાસી ગયેલા શખ્સોને પકડી પાડવા આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.