મુંદ્રા ખાતે આવેલ પત્રી ગામના હત્યાના ચકચારી પ્રકરણમાં આરોપીઓની રિમાન્ડની રિવિઝન અરજી કોર્ટે નામંજૂર કરી
મુંદ્રા ખાતે આવેલ પત્રી ગામના ક્ષત્રિય યુવાનની ગેરકાયદે ખનિજ ખનનની અદાવતમાં હત્યાના ચકચારી પ્રકરણમાં આરોપીઓ પૂર્વ સરપંચ અને તેમના પરિવારજનોના રીમાન્ડ કોર્ટે નામંજૂર કર્યા હતા. આ અંગે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પત્રીના ક્ષત્રિય યુવાન પૃથ્વીરાજસિંહે પૂર્વ સરપંચ વિરુદ્ધ ખાણ-ખનિજ ખાતા સહિતના તંત્રોને લીઝ રદ કરવા અરજી કરેલ હતી. તેનું મનદુ:ખ રાખી તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થયા બાદ વધુ રિમાન્ડ માટે મુંદ્રા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જે કોર્ટે નામંજૂર કરી હતી. અરજી નામંજૂર થતાં આરોપીઓએ બાદમાં ઉપલી કોર્ટમાં રિવિઝન અરજી કરી હતી. ઉપલી કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ નીચલી અદાલતનો હુકમ કાયમ રાખ્યો હતો.