અંજાર પાસે આવેલ લક્ષ્મી હોટેલમાંથી આધાર પુરાવા વગરનું 105 લિટર ડીઝલ કબ્જે
copy image
અંજાર પાસે એક હોટેલમાથી આધાર પુરાવા વગરનું 105 લિટર ડીઝલ પોલીસે કબ્જે કર્યું છે. આ મામલે મળેલ માહિતી અનુસાર મુંદ્રાથી અંજાર આવતા ચાંપલ માતાનાં મંદિર પાસે આવેલ લક્ષ્મી હોટેલમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી આધાર-પુરાવા વગરનું રૂા. 9450નું ડીઝલ હસ્તગત કર્યું હતું. આ હોટેલમાં પ્લાસ્ટિકના કેરબા તથા બાલદીમાં ડીઝલ મળી આવ્યું હતું. જે અંગે હોટેલના સંચાલક પાસેથી આધાર-પુરાવા મગાતા તે રજૂ કરી શક્યો ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.