માધાપરના આહીર યુવકને હનીટ્રેપમાં ફસાવી મરવા મજબૂર કરવાના ચકચારી કેસમાં મુખ્ય ભૂમિકા ભજવનાર વકીલના જામીન કોર્ટે નકાર્યા

Court-1495027562_835x547

copy image

 

 ભુજ તાલુકાનાં માધાપરના આહીર યુવકને હનીટ્રેપમાં ફસાવી મરવા મજબૂર કરવાના ચકચારી કેસમાં નાસતા ફરતા આરોપી અંજારના વકીલ આકાશ મકવાણાના આગોતરા જામીન ગુજરાત હાઇકોર્ટે નામંજૂર કરેલ છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ માધાપરના આહીર યુવક એવા દિલીપ ગાગલને હનીટ્રેપમાં ફસાવવાનો તમામ પ્લાન અંજારના વકીલ આકાશ મકવાણાની ઓફિસે ઘડાયો હતો અને સહઆરોપીઓને પ્લાન મુજબની તેઓની ભૂમિકા પણ આકાશે જ સમજાવેલ હતી. સંપૂર્ણ વ્યૂહરચનામાં મુખ્ય ભૂમિકા ભજવનાર વકીલના જામીન કોર્ટે નકાર્યા હતા.