રાપર તાલુકાનાં રાસાજી ગઢડામાં એક યુવાન પર ચાર શખ્સોનો હુમલો
રાપર તાલુકાના રાસાજી ગઢડા ગામમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનું મનદુ:ખ રાખી ચાર શખ્સોએ એક યુવાન પર પાઇપ, સળિયા, લાકડી વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. મળેલ માહિતી મુજબ આ મામલે રાસાજી ગઢડામાં રહેતા 25 વર્ષીય ભોજાભાઇ મઘાભાઇ ભટ્ટી દ્વારા બાલાસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર, ગત તા.3/12ના રાત્રે 8 વાગ્યાના અરસામાં તે શિવુભા માધવસિંહ સોઢાની દુકાને ગયેલ હતા તે દરમ્યાન પોલીસ ફરિયાદનું મનદુ:ખ રાખી આરોપી શખ્સોએ સળિયા, પાઇપ અને લાકડી વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.