ભચાઉ ખાતે આવેલ જંગીમાંથી ત્રણ જુગારપ્રેમીઓને ઝડપી પાડતી સમાખિયાળી પોલીસ
સામખિયાળી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન જંગી ગામના બસ સ્ટેશન પાસે પહોંચતા તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે કોલીવાસમાં અમુક ઇસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે હકીકત વળી જગ્યાએ દરોડો પાડી ગંજી પાના વડે જુગટું રમતા ત્રણ શખ્સોને રૂ.5,350 રોકડ એક મોબાઇલ સહિત કુલ રૂ.5,850 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો તળે ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.