લાકડિયા પાસેની હાઇવે હોટલમાંથી ગેસની શંકાસ્પદ 18 બોટલ ઝડપી પાડતી એલસીબી ટીમ
લાકડિયા પાસેની હાઇવે હોટલમાંથી ગેસની શંકાસ્પદ 18 બોટલ એલસીબીની ટીમે ઝડપી પાડી છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર એલસીબીની ટીમ ભચાઉ વીસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે સામખિયાળી-મોરબી હાઇવે પર લાકડિયા નજીક સમી સરદારની સંધુ પંજાબી ઢાબા પાછળની ઓરડીમાં તપાસ કરતાં ત્યાંથી આધાર પુરાવા વગરના કુલ કિ. રૂ.37,000 ની કિંમતના હાઉસિંગ અને કોમર્શિયલ 18 ગેસ સિલિન્ડર મળી આવતાં ઢાબાના સંચાલકની ધરપકડ કરવામાં આવી હાતી. તેમજ આગળની વધુ કાર્યવાહી લાકડિયા પોલીસને સોંપવામાં આવેલ છે.