કામરેજ તાલુકાના નનસાડ ગામમાં 42 વર્ષીય શખ્સ તબયત બગાડતાં આરામ કરવા ગયા બાદ સૂતા જ રહ્યા
copy image

કામરેજ તાલુકાનાં નનસાડ ગામમાં રહેતા 42 વર્ષીય શખ્સની તબયત બગડતાં આરામ કરવા ગયા બાદ સૂતા જ રહ્યા. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર આ શખ્સને ઉલ્ટી અને ચક્કર જેવી સામાન્ય બીમારી થતાં તેઓ આરામ માટે સૂતા હતા અને સૂતા જ રહી ગયેલ હતા, જેને ઉઠાડવા તેઓ કાયમ માટે નિંદ્રામાં પોઢી ગયા હતા. મળેલ માહિતી મુજબ નનસાડ ખાતેની નંદનવન ટાઉનશીપમાં રહેતા 42 વર્ષીય રાવ સાહેબ પંઢરીનાથ દેવરે લસકાણાના વિપુલનગરમાં લુમ્સ ખાતામાં મજૂરી કામ કરતા હતા. ગત રવિવારે રજાના દિવસે રાવસાહેબને સાંજના સમયે ઉલ્ટી બાદ આઠ વાગ્યા આસપાસ ચક્કર આવતા તેઓ આરામ કરવા સૂઈ ગયા હતા. ત્યાર બાદ રાત્રીના સાડા નવ વાગ્યા આસપાસ પુત્ર ચેતનભાઇ પિતાને જગાડવા જતાં તેઓ ઉઠ્યા ન હતા. જેથી પરિવારજએ તુરંત 108ને ફોન કરી બોલાવેલ હતી. મૃતકના ઘરે આવેલી 108 મારફતે તેમને કામરેજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવેલ હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાથી પરિવારમાં ભારે શોક ફેલાયો હતો.