ભુજમાં બે દુકાનમાં બાળમજૂર મળી આવતા દુકાનના સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
ભુજની કંસારા બજારમાં વાસણની બે દુકાનમાં બે બાળમજૂર મળી આવતા દુકાનના સંચાલકો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ભુજની કંસારા બજારમાં વાસણની બે દુકાનમાં બે બાળક કામ કરતા મળી આવેલ હોવાથી શ્રમ અધિકારીએ બંને દુકાન સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ છે. આ મામલે નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત દિવસે બપોરના અરસામાં કંસારા બજારમાં સી. રામદાસ એન્ડ કંપની નામની વાસણની દુકાનમાં નાનાં બાળકને શ્રમિક તરીકે રાખવામા આવ્યા હોવાનું સામે આવતાં ઉપરાંત ત્યાં અન્ય એક વાસણની દુકાનમાં પણ બાળકને કામ પર રાખેલ હોવાનું જણાતા બંને દુકાનના સંચાલકો વિરુદ્ધ બાળમજૂરી સંબંધેનો ગુનો દાખલ કરાવવામાં આવેલ છે તેમજ બંને બાળકને બાળ મજૂરીમાંથી મુક્ત કરાયા છે. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.