ગાંધીધામ ખાતે આવેલ પડાણામાં ઘરમાં ઘૂસી છરી બતાવી મહિલા પર ગુજાર્યો બળાત્કાર
copy image
ગાંધીધામ ખાતે આવેલ પડાણામાં એક મહિલાના ઘરમાં ઘૂસી છરી બતાવી દુષ્કર્મ કર્યા અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. છ માસ પૂર્વે પડાણામાં રહેનાર એક મહિલા પોતાના ઘરે દીકરી સાથે રાત્રે સૂતા હતા તે દરમ્યાન આરોપીએ ઘરમાં ઘૂસી આવી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપીને મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. અવાજથી કુટુંબીજનો જાગી જતાં ત્યાં આવી પહોંચ્યા હતા ત્યારે આ શખ્સે બધાને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી તેમજ પોલીસ ફરિયાદ ન કરવા પણ ધમકી આપેલ હતી. ત્યાર બાદ આ શખ્સ વારંવાર ત્યાં આવી મહિલાની એકલતાનો લાભ લઇ દુષ્કર્મ કરતો હતો. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ આરંભી છે.