નખત્રાણા ખાતે આવેલ આમારાના 45 વર્ષીય આધેડનું માર્ગ અકસ્માતમાં મોત
નખત્રાણા ખાતે આવેલ આમારા ગામના 45 વર્ષીય આધેડનું માર્ગ અકસ્માતમાં મોત નીપજયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર ગત તા. 5/12ના બપોરના અરસામાં અમારા ગામના 45 વર્ષીય તેજાભાઇ વેલા કોલી અને તેનો પુત્ર નરશીંભાઇ બાઇક લઇને નખત્રાણા ખરીદી કરવા ગયેલ હતા. ત્યાંથી પરત આવી રહ્યા હતા, તે દરમ્યાન ઉગેડી-રતડિયા ફાટક વચ્ચે રોંગસાઇડમાં પૂરપાટ આવતી કારે અડફેટમાં લેતા બંને પિતા-પુત્રને પ્રથમ નખત્રાણા બાદ વધુ સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ જી.કે. જનરલમાં લઈ જવામાં આવેલ હતા. તેજાભાઇને ત્યાથી વધુ સારવાર માટે અમદાવાદ પહોંચે તે પહેલાં જ તેમનું મોત થયું હતું. અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.