વ્યવસાય અંગેના કામથી ગયેલ બોલેરો ગાડીને નડ્યો અકસ્માત : 16 વર્ષીય બાળકીનું મોત : 11 ઘાયલ

copy image

વ્યવસાય અંગેના કામથી ગયેલ બોલેરો ગાડીનું અકસ્માત થતાં 16 વર્ષીય બાળકીનું મોત થયું હતું તેમજ વધુ અગિયાર લોકો ઘાયલ થયા હતા. આ બનાવ અંગે ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ બનાવ અંગે નોંધાવેલ ફરિયાદ અનુસાર  ગત દિવસે ભુજમાં કેટરર્સનો ઓર્ડર મળેલ હોવાથી કમલેશભાઇ કોળીની બોલેરો ભાડે લઇ કમલેશભાઇ તે ચલાવીને સાથેના કેટરર્સના સ્ટાફને લઇને ભુજ તરફ આવી રહ્યા હતા તે દરમ્યાન શિકરા  નજીક પહોંચતા કમલેશભાઇએ સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા બોલેરો પીકઅપ પલટી મારી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં 16 વર્ષીય નિશાનું મોત થયું હતું, જ્યારે ફરિયાદી સહિત 11 શખ્સ ઇજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.