ભુજના સુમરાસર-શેખના 30 વર્ષીય યુવાનએ પોતા પર પેટ્રોલ છાંટી જીવ દઇ દીધો
ભુજના સુમરાસર-શેખના 30 વર્ષીય યુવાનએ પોતા પર પેટ્રોલ છાંટી જીવ આપી દીધો હતો, આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર કડોલ પ્રગટ પાણીની બાજુમાં આવેલ પુલિયા નીચે સુમરાસર-શેખના 30 વર્ષીય યુવાન હિતેશભાઇ ગોપાલભાઇ વાણિયાએ કોઇ અગમ્ય કારણોસર પોતા પર પેટ્રોલ છાંટી દેતા ગંભીર રીતે દાઝી ગયેલ હિતેશભાઇને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.