ભાડાના મકાનમાંથી ભારતીય બનાવટના વીદેશી દારૂની 20 બોટલો કબ્જે : આરોપી ફરાર
અંજાર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અંજાર ડી.વી. હાઈસ્કૂલના સામેના ભાગમાં આવેલ ખાલી પ્લોટના બાજુમાં પ્રભુકૃપા સોસાયટીમાં મકાન નં.8 વાડામાં ભાડે રહેતા કિશન ઉર્ફે કાનો અજયભાઈ જોષી નામના શખ્સે આ ભાડેના મકાનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચાણ અર્થે રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વળી જગ્યાએ દરોડો પાડી મકાનમાં બેગમાં રાખેલ કુલ કિ. રૂ.10,000ની વિદેશી દારૂની કુલ 20 બોટલો કબ્જે કરી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી હાજર મળ્યો ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.