અબડાસા તાલુકાનાં બુડીયા ગામની બે પવનચક્કી પરથી 73 હજારના કેબલની તસ્કરી
અબડાસા તાલુકાના બુડીયા ગામના સીમ વિસ્તારમાં આવેલ સુઝલોન કંપનીની બે પવનચક્કી પરથી કોઈ અજાણ્યા ચોર ઇસમોએ કેબીનના તાળા તોડી ટ્રાન્સમીટરને નુકશાન પહોચાડી રૂપિયા 73 હજારની કિંમતના કેબલ વાયરની તસ્કરી કરી હોવા અંગેની ફરિયાદ પોલીસ મથકે નોંધાવવામાં આવેલ છે.આ મામલે કિરીટસિંહ ટપુભા જાડેજાએ જખૌ પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલ છે. નોંધાવવામાં આવેલ ફરિયાદ અનુસાર, બુડીયા ગામની સીમમાં આવેલ સુઝલોન કંપનીની પવનચક્કી નંબર એમ-639 અને એમ-758 વાળીની કેબીનના તાળા તોડી અંદર પ્રવેશ કર્યા બાદ કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પવનચક્કીના ટ્રાન્સમીટરમાં નુકશાન કરી ઓઈલ લીકેજ કરેલ હતો. આરોપી ઇશમો બન્ને પવનચક્કી પરથી રૂપિયા 73,200 ની કિંમતનો 1220 મીટર કેબલ વાયરની તસ્કરી કરી પલાયન થઈ ગયા હતા. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.