લાખોની વીજચોરી : માંડવી-મુન્દ્રા વિસ્તારમાં 12.60 લાખની વીજ ચોરી ચેકિંગ દરમ્યાન પકડાઈ

copy image

PGVCLની વિજિલન્સ ટીમોએ ચેકિંગ ઝુંબેશ અતિ વેગથી આગળ વધારી ગત ગુરૂવારે માંડવી અને મુન્દ્રામાંથી 12.60 લાખની વીજ ચોરી પકડી હતી. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર માંડવી તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારો તથા મુન્દ્રાની વીજ કચેરી અંતર્ગત આવતા વિસ્તારોમાં 27 ટુકડી સવારથી પોલીસ બંદોબસ્ત પર નીકળી પડી હતી. દિવસ દરમિયાન ઘર વપરાશના 324 અને કોમર્શિયલ 168 સાથે 492 કનેક્શનની તપાસ કરવામાં આવી હતી. રહેણાકના 46 ઉપરાંત દુકાનોના 3 મળીને 49 વીજ જોડાણમાં ગેરરીતિ કે ચોરી સાથે વીજ વપરાશ થતો હોવાનું જાણવા મળ્યું હતું. આ ગ્રાહકોને કુલ 12.60 લાખના બિલ ફટકારવામાં આવ્યા હતા.