માદક પદાર્થ ગાંજાના ૭.૨૦૦ કિ.ગ્રા જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડતી એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ- ભુજ
હાલમાં ગુજરાત રાજયમાં અધિક પોલીસ મહાનિદેશકશ્રી, એ.ટી.એસ. રાજ્ય, અમદાવાદનાઓ દ્વારા કેફી અને માદક પદાર્થોના સેવનની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપવામાં આવેલ હોઇ જે અન્વયે શ્રી જે.આર. મોથાલીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ એન.ડી.પી.એસ.ની પ્રવૃતિ સાથે જોડાયેલ ઇસમો વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઇ જે અન્વયે એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી વી.વી.ભોલાનાઓની સુચનાથી એન.ડી.પી.એસ.ની બદી નાબુદ કરવા માટે એસ.ઓ.જી. સ્ટાફના કર્મચારીઓ કાર્યરત હતા,
દરમ્યાન ગઇકાલ તા.૦૮/૧૨/૨૦૨૩ના રોજ એસ.ઓ.જી. ભુજના પો.હે.કો. નરેન્દ્રસિંહ જેઠુભા ઝાલાનાઓને મળેલ ખાનગી બાતમી હકિકત અન્વયે જરૂરી વર્કઆઉટ કરી ભુજ શહેરના ગણેશનગર વિસ્તારમાં રહેતા અમરકુમાર બહરુ યાદવ, ઉવ. ૩૫, રહે. હાલ ગણેશનગર, BSNL ટાવર પાસે, ભુજ- કચ્છ, મુળ રહે. ગામ. તોફીરદીરા, પોસ્ટ. તોફીરદીરા, તા.જી. મુંગેર, રાજ્ય. બિહાર વાળાને ઝડપી પાડી તેના કબ્જા-ભોગવટાના રહેણાંક મકાનમાંથી માદક પદાર્થ ગાંજો જેનું વજન ૭.૨૦૦ કિલોગ્રામ કિ.રૂ.૭૨,૦૦૦/-નો નાર્કોટિકસનો મુદામાલ ઝડપી પાડી ઉપરોક્ત ઇસમ વિરુધ્ધ ભુજ શહેર એ ડીવિઝન પો.સ્ટે. ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ મુદામાલની વિગત-
(૧) માદક પદાર્થ ગાંજો વજન ૭.૨૦૦ કિલોગ્રામ કિ.રૂ. ૭૨,૦૦૦/-
(૨) મોબાઇલ નંગ ૨, કિ.રૂ.૫,૫૦૦/-
(૩) ડીજીટલ વજનકાંટો નંગ ૦૧, કિ.રૂ. ૧૦૦૦/-
(૪) બ્લુ કલરની ટ્રોલી બેગ નંગ ૦૧, કિ.રૂ. ૦૦/-
(૫) પ્લાસ્ટીકની ખાલી કોથળીઓ નંગ ૪૦, કિ.રૂ. ૦૦/- કુલ કિં.રૂ. ૭૮,૫૦૦/-
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારીઓ-
એસ.ઓ.જી. પોલીસ ઇન્સ્પેકટરશ્રી વી.વી.ભોલા સાહેબ, પો.સ.ઈ.શ્રી. એચ.ટી.મઠીયા સાહેબ, પો.સ.ઈ.શ્રી જી.બી.જાડેજા સાહેબ તથા એ.એસ.આઇ. દિનેશભાઇ ગઢવી, પો.હે.કો. મદનસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા રજાકભાઇ સોતા, મહિપતસિંહ સોલંકી, મહિલા પો.હે.કો. સીમાબેન ચૌધરી તથા ચાંદનીબેન દેવડાનાઓએ કરેલ છે.