મુન્દ્રામાં ટ્રાફિકને અવરોધરૂપ લારીઓ ખસેડવા ઝુંબેશ હાથ ધરાઈ

 

મુન્દ્રામાં ટ્રાફિક સમસ્યા રૂપી પ્રશ્ન દિન પ્રતિદિન વકરતો જઈ રહ્યો છે, ત્યારે જવાહર ચોક સહિત ટ્રાફિકનો પ્રશ્ન ખૂબ મોટો બન્યો છે. નવી બનેલી આઝાદ ચોકની શાક બજારમાં હાથલારી વાળાઓને ફરી પાછા જવા સમજાવવામાં આવેલ હતા, જેને સારો પ્રતિભાવ મળ્યો હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. આ મામલે મળેલ માહિતી અનુસાર, અદાણી ગ્રુપના સહયોગથી આઝાદ ચોકમાં નવી શાક માર્કેટ બની છે. 192 સ્ટોલને ડ્રો પદ્ધતિથી ફાળવણી કરવામાં આવી હતી. ઉપરાંત એક માસનું ભાડું પણ નિ:શુલ્ક રાખવામાં આવેલ હતું. જે પાલિકાને સાથે રાખીને તમામ ધંધાર્થીઓને સૂચનો આપવામાં આવ્યા હતા. કોઇ પણ બળપ્રયોગ સહિતની કાર્યવાહી થાય એ પહેલાં આઝાદ ચોકમાં જવા વિનંતી કરાઈ હતી. હાથ ધરવામાં આવેલ ઝુંબેશમાં ટ્રાફિકને અવરોધરૂપ લારીઓ ખસેડાઈ હતી.