કોના પાસે છે આ ગૌચર જમીન…?

copy image

copy image

રાજ્ય સરકાર દ્વારા ગૌ-વિકાસ માટે કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે. પરંતુ ગૌચર સુધારણામાં આ બજેટ વપરાતુ જ નથી ઉપરાંત, કેટલાક કૌભાંડો સામે આવે છે. હાલના સમયમાં 2.71 કરોડ પશુઓને ચરવા માટે મેદાનો જ શેષ નથી. સરકાર દ્વારા ફાળવવામાં આવેલ 100 કરોડની ગ્રાન્ટમાંથી ગૌસેવા-ગૌચર વિકાસ બોર્ડ રૂા. 65 લાખનો જ ઉપયોગ કરવામાં આવેલ છે. સરકાર ગૌચરની જમીનને પાણીના ભાવે ઉદ્યોગપતિઓ અને ભૂમાફિયાને આપી રહી છે ઉપરાંત સરકારી ગ્રાન્ટમાંથી ગૌસેવા-ગૌચર બોર્ડ ગ્રાન્ટ વાપરવાની જગ્યાએ સરકારને પરત કરી રહી છે.

100 કરોડ ગ્રાન્ટમાંથી માત્ર 65 લાખ જ વપરાયા….
2303 ગામોમાં નથી ગૌચર….
2.71 કરોડ પશુઓને ચરવા માટે મેદાનો રહ્યા નથી શેષ….
ગુજરાતમાં ગૌચરની જમીન કોણ પચાવી ગયું ? તંત્રનો વાંક ક્યાં ક્યાં ?
કોના પાસે છે આ ગૌચર જમીન…?
તમામ પ્રશ્નોનાં જવાબ ક્યાથી મળશે….
હરેક ગામમાં નાગરિકની પોતાની મુખ્ય જવાબદારી હોય છે કે પોતાની ગૌચર જમીન આપણે ખાલી કરાવીએ.