ટ્રાફિકના નિયમો કડક બનાવવા કામગીરી કરાઈ રહી છે છતાં લોકો બેફામ : અમદાવાદમા અત્યાર સુધીમાં રૂ.1.83 કરોડનો દંડ વસૂલાયો

copy image

રાજ્યમાં પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમો કડક બનાવવા અંગેની કામગીરી કરાઈ રહી છે ત્યારે હજુ પણ લોકો પોતાની જ જાળવણી માટે સીટ બેલ્ટ કે હેલ્મેટ પહેરવામાં બેદરકાર બની રહ્યા છે. હાલના સમયમાં અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે તેમ છતાં છેલ્લા એક વર્ષમાં અમદાવાદમાં સીટબેલ્ટ ન પહેરનાર 36000 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. ઉપરાંત 6 હજાર લોકો રોંગ સાઈડ આવનાર તો 9 હજાર લોકો હેલ્મેટ વગરના ઝડપાયા છે. લોકોની સુરક્ષા માટે વારંવાર પોલીસ દ્વારા લોકોને સીટ બેલ્ટ પહેરવાથી લઈ હેલ્મેટ પહેરવા માટે અપીલ કરાઈ રહી છે. તેમ છતાં લોકો દંડ અને તમામ બાબતોની ચિંતા વગર નીડરતા અને બેફામ રીતે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન રહ્યા છે. મળેલ માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં સીટ બેલ્ટ ન પહેરનાર શખ્સો પાસેથી પોલીસે હાલ સુધીમાં રૂ.1.83 કરોડનો દંડ વસૂલાઈ ચૂક્યો છે.