એ.સી.બી. સફળ ટ્રેપ : હોદ્દાનો દુરઉપયોગ કરી લાંચની માંગણી કરનાર આરોપીને ઝડપી પાડ્યો

ટુંક વિગત :
તે એવી રીતે આ કામના ફરીયાદીની તા.૨૮/૧૦/૨૦૨૩ના રોજ બંદોબસ્તના રિહર્સલમાં ગેરહાજરી પડેલ. તે અંગેની તેઓ વિરૂદ્ધની ઇન્કવાયારી ચાલતી હોય, જે ઈન્કવાયરીનો નિકાલ કરી આપવા અને નોકરી ચાલુ રાખવા સારું આક્ષેપિતે ફરિયાદી પાસે રૂ.૨,૫૦૦/- ની લાંચની માગણી કરેલ. જે લાંચની રકમ ફરિયાદી આક્ષેપિતને આપવા માગતા ન હોય, ફરીયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરેલ. ફરીયાદીની ફરીયાદ આધારે તા.૦૮/૧૨/ ૨૦૨૩ ના રોજ લાંચના છટકાનું આયોજન કરતાં, છટકા દરમિયાન આ કામના આરોપીએ ફરીયાદી પાસેથી હેતુલક્ષી વાતચીત કરી રૂ.૨,૫૦૦/-ની લાંચની માંગણી કરી, સ્વીકારી સ્થળ પર પકડાઇ જઇ પોતાના હોદ્દાનો દુરઉપયોગ કરી, ગેરવર્તણુક કરી ગુન્હો કર્યા બાબત.

ફરીયાદી :
એક જાગૃત નાગરીક

આરોપી :
અનિતાબેન કાંતિભાઈ રાવળ,
ઉ.વ. ૨૯, હોમ ગાર્ડ સહાયક કારકુન, ઓફિસર કમાન્ડિંગની કચેરી, વિજાપુર, જી.મહેસાણા.

લાંચની માંગણીની રકમ: રૂા.૨,૫૦૦/-

લાંચ સ્વીકારેલ રકમ : રૂા.૨,૫૦૦/-

રીકવરી કરેલ રકમ : રૂા.૨,૫૦૦/-

ટ્રેપની તારીખ :
તા.૦૮/૧૨/૨૦૨૩,

ટ્રેપનું સ્થળ:
ઓફિસર કમાન્ડિંગની કચેરી, હોમગાર્ડ યુનિટ કચેરી, વિજાપુર, મહેસાણા