“ગઢશીશા તથા પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોયલ્ટી કે પાસ પરમીટ વગર રેતી (ખનીજ) ભરેલ ત્રણ ટ્રેકટર તેમજ બે ડમ્પરમાં ઓવરલોડ ખનીજ ભરેલ વાહનો પકડી ડીટેઇન કરી ખાણ-ખનીજ વિભાગ તરફ મોકલી આપતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગડીયા સાહેબનાઓએ જીલ્લામાં ગેરકાદેસર થતી ખનીજ ચોરી અટકાવવા સુચના આપેલ હોય જે અનુસંધાને,

આજરોજ એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.બી. રબારી સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરજભાઈ વેગડાનાઓ ગઢશીશા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હતા તે દરમ્યાન પંચ ગંગાજી નાકા રોડ, ગઢશીશા પાસેથી (૧) ટ્રેકટર ટ્રોલી સહિત રજી.નં-GJ-09-E-2291 ના ચાલક રામાભાઈ અરભનભાઈ રબારી ઉ.વ.૫૦ રહે- વડવા(ભોપા),નખત્રાણા વાળાને તથા (૨) ટ્રેકટર ટ્રોલી સહિત રજી.નં-GJ-12-A-8161 ના ચાલક કરમશી શાંગાભાઇ રબારી ઉ.વ.૩૬ રહે- વડવા(ભોપા), નખત્રાણા તથા કોટડી-ભોજાય રોડ, ગઢશીશા પાસેથી (3) ટ્રેકટર ટ્રોલી સહિત રજી.નં-G-12-BJ-0895 ના ચાલક સુરેશ વેલજી સંઘાર ઉ.વ.૨૮ રહે- ભોજાય તા.માંડવી વાળાઓના કબ્જાના ટ્રેકટરમાં ભરેલ રેતી (ખનીજ) સાથે પકડી ત્રણેય ટ્રેકટર ચાલક પાસે રોયલ્ટી પાસ-પરમીટ ન હોઇ જેથી ત્રણેય ટ્રેકટર ચાલક વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે. જયારે પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા તથા રાજેન્દ્રસિંહ રાઠોડનાઓ પધ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હતા તે દરમ્યાન બી.કે.ટી કંપની, ભુજ-ભચાઉ રોડ પાસેથી (૪) હાઈવા ડમ્પર જેના રજીસ્ટ્રેશન નં-GJ-12-BY-7564 ના ચાલક વિવેક માવજીભઈ માતા ઉ.વ.૩૩ રહે- માધાપર, તા.ભુજ વાળાના કબ્જાના ડમ્પરમાં ઓવરલોડ ચાઈનાક્લે(માટી) ભરેલ હોઇ તથા ભુજ-ભચાઉ હાઇવે, ધાણેટી બસ સ્ટેશન પાસેથી (૫) હાઇવા ટ્રક રજી.નં-GJ-12-BY-9370 ના ચાલક સચીન દેવજીભાઇ વણકર ઉ.વ.૨૦ રહે- કોટાય તા.ભુજ-કચ્છ વાળાના કબ્જાના ડમ્પરમાં ઓવરલોડ સીલીકા માટી(ખનીજ) ભરેલ હોઇ જેથી બન્ને ડમ્પર ચાલક વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પધ્ધર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.