લખપત ખાતે આવેલ કાનેરમાં ત્રણ શખ્સોએ ભેંસને કુહાડી મારી ઘાયલ કરી દેતા ફરિયાદ નોંધાઈ
copy image

લખપત ખાતે આવેલ કાનેરમાં ફરિયાદીની ભેંસને ત્રણ શખ્સો દ્વારા કુહાડી મરવામાં આવતા આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે કાનેરના વિજયરાજસિંહ ખીરાજી રાઠોડ દ્વારા નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત દિવસે સવારના અરસામાં કાનેરના જામાપીર ડેમની બાજુમાં તેમની ભેંસ પહોંચી જતાં આરોપી શખ્સોએ ભેંસની પીઠમાં કુહાડી મારી દીધેલ હતી. આ બનાવમાં ફરિયાદીની ભેસને ગંભીર ઇજાઓ પહોંચી હતી.ઉપરાંત આરોપીઓએ ફરિયાદીને તેમની ભેંસ હવે અહીં ન આવે નહીં તો તેને જાનથી મારી દેવાની ધમકી આપેલ હતી. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.