ભુજ તાલુકાના મેઘપરમાં ધોળા દિવસે 62 હજારના દાગીના પર કરાયો હાથ સાફ  

ભુજ ખાતે આવેલ મેઘપર ગામે ધોળા દિવસે અડધા કલાકમાં 62 હજારના સોના-ચાંદીના દાગીનાની તસ્કરી થતાં ભારે ચકચાર પ્રસરી છે.આ મામલે મેઘપરના ઈન્દ્રાનગર ખાતે રહેતા કિશોર રામજી મહેશ્વરી દ્વારા માનકૂવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 8/12ના બપોરના એક વાગ્યે તેની પત્ની મલિબેન પોતાના ઘરને કડી મારીને સામે રહેતા દેવલબેન સાથે કપડા લેવા ગયેલ હતા. ત્યાર બાદમાં અડધા કલાક બાદ પરત આવીને જોતાં ઘરમાં તિજોરી ખૂલી હાલતમાં જોવા મળી હતી અને જેમાં સોના-ચાંદીના દાગીના પણ ગાયબ હતા. મળેલ માહિતી અનુસાર આ ઘરમાંથી સોના અને ચાંદીના કુલ 62 હજારના દાગીનાની તસ્કરી થઈ હતી. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.