ગાંધીના દેશમાં દારૂ બેફામ : ભુજમાં ગાંધીજીની પ્રતિમાની બાજુમાં જ નશાની હાલતમાં ધૂત શખ્સ જોવા મળ્યો

ગાંધીના દેશમાં દારૂ ખુલ્લેઆમ વેંચવાના અને પીવાના કિસ્સા તો મશહુંર છે જ, એ પર્યાપ્ત ન હતું કે હવે લોકો ગાંધીજીના બાજુમાં જ સંપૂર્ણ નશાની હાલતમાં પડ્યા હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભુજમાં ગાંધીજીની પ્રતિમાની બાજુમાં જ નશાની હાલતમાં ધૂત શખ્સ જોવા મળ્યો. દેશના લોકો અને મોટા પદાધિકારીઓ દેશના વિકાસની વાતો કરી રહ્યા છે. પણ દેશની વાસ્તવિક હાલત તો કઈ અલગ જ સામે આવી રહી છે. દેશના વિકાસ માટે સૌ પ્રથમ તો દારૂને મૂળમાથી કાઢવો એ અત્યંત જરૂરી બની ચૂક્યો છે. શું આવી વાસ્તવિતાની સાથે દેશનો વિકાસ શક્ય છે ખરો ….?લોકોમાં ચર્ચાતો વિષય…..