દારૂ સહિતના જુદા-જુદા ગુનાઓમાં નાસ્તા ફરતા ચાર આરોપીઓને એલ.સી.બી.એ જેલના હવાલે કર્યા
copy image

દારૂ સહિતના જુદા-જુદા ગુનાઓમાં સામેલ અને નાસ્તા ફરતા આરોપીઓને પોલીસે પકડીને જેલના હવાલે કર્યા છે. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પૂર્વ કચ્છમાં દારૂ સહિતના ગુનાઓમાં નાસતા ફરતા આ ચાર આરોપીઓને જુદી-જુદી જગ્યાએથી પોલીસે ઝડપ્યા હતા. રાપર ખાતે આવેલ ગોવિંદપરના પ્રવીણસિંહ અમુભા સોઢા સામે દારૂના ત્રણ, ભચાઉના જંગીના રાજેશ લક્ષ્મણ કોળી વિરુદ્ધ દારૂના બે, રાપર સુવઈના જીતુભા વેલુભા રાઠોડ વિરુદ્ધ દારૂના બે તથા ડાભુંડાના મહાવીરસિંહ સવાઈસિંહ સોઢા વિરુદ્ધ એટ્રોસિટીનો ગુનો નોંધાયો હતો. આ ચારેય શખ્સો છેલ્લા કેટલાક સમયથી પોલીસની નજરોથી ભાગતા હતા. સ્થાનિક પોલીસની નજરમાં ન આવનારા આ શખ્સોને એલ.સી.બી.એ ઝડપી અને જેલના હવાલે કર્યા છે.