અંજારના સિનુગ્રામાંથી 71 હજારનો દારૂ કબ્જે : આરોપી ફરાર

copy image

અંજાર ખાતે આવેલ સિનુગ્રામાંથી પોલીસે 71 હજારનો દારૂ ઝડપી પાડ્યો છે. પરંતુ કાર્યવાહી દરમ્યાન આરોપી પોલીસના હાથમાં આવ્યો ન હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર પોલિસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અંજાર ખાતે આવેલ સિનુગ્રામાં આંબેડકર નગરમાં રહેતા અનવર આમદ કકલ નામના શખ્સ પોતાના કબ્જાના મકાનમાં દારૂ રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળી જગ્યાએ દરોડો પાડી તપાસ કરતાં દારૂની 17 પેટી નીકળી પડી હતી. આ જગ્યાએથી 204 બોટલ કિંમત રૂા. 71,400નો દારૂ કબ્જે કરવામાં આવેલ છે, પરંતુ આરોપી પોલીસના હાથમાં આવ્યો ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.