ધોરીમાર્ગ પર આવેલી હોટેલોમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ : લાખોનો મુદ્દામાલ કબ્જે

copy image

copy image

ધોરીમાર્ગ નજીક આવેલી હોટેલો, ઢાબા વગેરેમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી જેમાં દારૂ, ભંગાર, સળિયા વગેરે કસ્તગત કરાયા હતાં. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર ગત રાત્રે પૂર્વ કચ્છમાં પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાઈ હતી, જેમાં ગાંધીધામ-ભચાઉ ધોરીમાર્ગ સાગર સંગતપુર હોટેલ પાસેથી 100 કિલો ભંગાર, એલ્યુમિનિયમનો ભંગાર, લોખંડના સળિયાની 14 ભારી, વજનકાંટો, પાઇપ, ટાટા ટેમ્પો, કન્ટેઇનર ટ્રક વગેરે મળીને કુલ કિ. રૂા. 8,62,400નો મુદ્દામાલ હસ્તગત કરી ગુરબેજસિંઘ જશપાલસિંઘ જાટ, લખવિંદરસિંઘ ઉર્ફે લખા સરદારને ઝડપી લેવામાં આવેલ હતો. ઉપરાંત અન્ય ઘણી બધી જગ્યાએ સરપ્રાઈઝ ચેકિંગ દરમ્યાન દેશી દારૂ ઝડપી પાડવામાં આવેલ છે.